Welcome To Institute

          રાષ્ટ્રના નિર્માણમાં શિક્ષણનું આગવુ પ્રદાન રહ્યુ છે. શિક્ષણની સુયોગ્ય વ્યવસ્થા, સમયસૂચકતા દાખવી ત્વરિત અમલિકરણ રાષ્ટ્રની વણથંભી વિકાસયાત્રાને અવિરત આગળ વધારે છે. બાળક પૃથ્વી પર અવતરે છે, ત્યારે માતૃત્વના સહવાસમાં તેના લક્ષણો પારણામાંથી જ ઉજાગર બનતા હોય છે. કોઈપણ વિશાળકાય ઈમારતનુ મહત્ત્વ એના મજબૂત પાયામાં રહેલુ હોય છે. તેમ વયમર્યાદાના તબક્કા પ્રમાણે પ્રવર્તમાન શિક્ષણ વ્યવસ્થાના પાયામાં અને ખુબ જ મહત્ત્વનો તબક્કો હોય તો તે છે “પ્રાથમિક શિક્ષણ” બાલ્ય અવસ્થામાં બાળકનું મન ચંચળ, ચપળ અને તેજ ગ્રહણશક્તિ ધરાવતું અનુભવ્યું છે અને આ અવસ્થા થી જ બાળકમાં સર્જનાત્મક શક્તિ ખીલે, વ્યક્તિત્વના ગુણો ઉજાગર બને, આત્મસંતોષ કેળવે, ખેલદીલની ભાવના વિકસે, રાષ્ટ્રીય-ધાર્મિક ભાવના પ્રત્યેનો આધાર દૃઢ બને, વૈજ્ઞાનિક અભિગમ કેળવાય, સાંસ્કૃતિક વારસાનુ જતન, સંવર્ધન થાય, આધુનિક વિચારને માંણે, શૈક્ષણિક સજ્જતા કેળવે, સુષુપ્ત શકિતને ઉજાગર કરવાની તક સાંપડે એ સમગ્રત્યા ગુણો એ બાલ્યઅવસ્થામાં જ વ્યવસ્થાનું ગઠન થાય તો શક્ય બનતું હોય છે.


          સુરત મહાનગરે “વિકાસ” શબ્દને દેશ-વિદેશમાં પ્રચલિત કર્યો છે અને એટલે જ સુરતને તેના વિકાસને નિહાળવાનું દેશ-વિદેશાનાં મુલાકાતીઓ અવશ્ય આગ્રહ રાખતા રહ્યાં છે. જે સુરતની પ્રજાજનો માટે ગૌરવવંતી બાબત છે.

       સુરતને “લઘુ ભારત” તરીકે ઉપમા આપવામાં આવી છે, જે સાચા અર્થમાં સાર્થક થઈ છે. જેમકે, સમગ્ર ભારતનાં વિવિધ પ્રાંતના નાગરિકે સુરતને કર્મભૂમિ બનાવી, એટલુ જ નહી સુરતનાં હરણફાળ વિકાસમાં તેઓનું મહત્ત્વનું યોગદાન રહ્યુ છે. ત્યારે સુરતની મહાનગરપાલિકાની ફરજ બને છે કે તેમના સર્વાંગી વિકાસમાં સુરત ચિંતા કરે અને આજે અનેકવિધ જરૂરિયાતો, સામાજિક દરજ્જો, રોજગારી, સ્વાસ્થયની ચિંતાની સાથોસાથ તેમના બાળકોના શિક્ષણની ચિંતા સુરત મહાનગરપાલિકા કરી રહી છે. સમગ્ર ભારતમાં અનેકવિધ માધ્યમોમાં શિક્ષણ આપતી એકમાત્ર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અગ્રેસર રહી છે. રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકાનાં ઉદાર સહયોગ, યથોચિત માર્ગદર્શનથી સુપેરે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ છેવાડાનાં માનવીની આશા, આકાંક્ષાને સાચા અર્થમાં પરિપૂર્ણ કરવામાં માનવતાનાં અભિગમ સાથે સુપેરે પ્રાથમિક શિક્ષણ આપી રહી છે.     


       શિક્ષણ સમિતિની શાળાઓમાં ગરીબ અને મધ્યમ વર્ગનાં બાળકોની વિશેષ કાળજી રાખવામાં આવે છે. તેઓને ખાનગી શાળાના વિદ્યાર્થીઓની સમકક્ષ રંગીન ગણવેશ, બુટ-મોજા, અને પુસ્તકો નિ:શુલ્ક આપવામાં આવે છે. રાજ્ય સરકાર ધ્વારા આયોજીત ક્ન્યાકેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન ધો.૧માં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ધ્વારા શૈક્ષણિક કીટ, દફતર આપવામાં આવે છે તેમજ રાજ્ય સરકારની યોજના અંતર્ગત વિદ્યાલક્ષ્મી બોન્ડની પણ જોગવાઈ કરવામાં આવી છે. શિક્ષણમાં ગુણાત્મક સુધારા માટે શિક્ષકો અને કર્મચારીઓ માટે સારસ્વત તાલીમ શિબિર અને કર્મયોગી તાલીમ શિબિરોનાં આયોજન માટે પણ જોગવાઈ કરવામાં આવી છે. વાલીદિન તથા વિવિધ પર્વોની ઉજવણી જેવીકે મ્હેંદી સ્પર્ધા, રાસગરબા જેવા કાર્યક્રમ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પ્રવૃત્તિ પંચાગ, શૈક્ષણિક પ્રવૃત્તિ કેલેન્ડર, પુસ્તક, નકશા, ચાર્ટ વગેરે ધ્વારા શિક્ષણની સુઆયોજીત વ્યવસ્થા કરવામાં આવી છે. અને આધુનિક જમાના સાથે તાલમેલ કરવા માટે મોડેલ શાળાનો કન્સેપ્ટ અપનાવવામાં આવ્યો છે.અને આ વર્ષે કુલ ઝોન દીઠ એક એમ ૭ શાળાઓને મોડલ શાળા તરીકે  વિકસાવવાનું નક્કી કરવામાં આવ્યુ છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ પણ ખાનગી શાળાઓની હરીફાઈ કરી શકે તે માટે સ્માર્ટ લર્નીંગ પધ્ધતિ ઈ-ક્લાસની સુવિદ્યા દરેક શાળાઓમાં અપનાવવાનું નક્કી કરી તે માટે બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે. શાળાનાં અનેક વિધ પ્રશ્નોનાં નિરાકણ માટે હેલ્પલાઈનની સુવિધા, કચેરી ધ્વારા આચાર્ય સાથે સીધા વાર્તાલાપ  માટે જરૂરી શૈક્ષણિક સુચનાઓ આપવા માટે વિડીયો કોન્ફરન્સ સિસ્ટમ લોન્ચીંગ, બાળકોને અદ્યતન શિક્ષણ મળી રહે તે માટે ઈન્ટરેક્ટીવ બોર્ડ ધ્વારા શિક્ષણ અને બાળકોને બહુભાષી જ્ઞાન મળે તે માટે ઈ-લાયબ્રેરી અને ભાષા લાયબ્રેરીનું તેમજ વિદ્યાર્થીઓનાં વાલીઓને અકસ્માત પોલીસીનું આયોજન કરવમાં આવેલ છે.  

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરતની શાળાઓ સ્વચ્છતામાં પણ મોખરે રહે અને માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં “સ્વચ્છ ભારત અભિયાન” માં સહભાગી બની શકાય એ માટે બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવેલ છે.  દર વર્ષે તમામ શાળાઓમાં રાજ્ય સરકારની સુચના અનુસાર સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવે છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં બાળકો ઈન્ડોર રમતમાં પણ પોતાનું કૌશલ્ય બતાવી શકે તે માટે સાત ઝોનમાં ઈન્ડોર રમતનાં સાધનો માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે. સાથે સાથે આ વર્ષથી પરંપરાગત દેશી રમતો / શેરી મહોલ્લાની રમતો જેવીકે ભમરડા, લખોટી, સાત-કુકડાનો વિગેરેનો સમાવેશ રમતોત્સવમાં તથા શાળામાં શરૂ કરવામાં આવેલ છે. બાળકોમાં ફિલ્મ ધ્વારા સારા ગુણો વિકસે તે માટે ચિલ્ડ્રન ફિલ્મ સોસાયટી ધ્વારા નિર્મિત ફિલ્મો દર્શાવવા માટે બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે. બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે રૂચિ વધે તે માટે જરૂરી વિજ્ઞાનનાં નવા સાધનો ખરીદવા માટે બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે.

        શાળાઓનાં જુના રેકોર્ડ બરાબર સચવાય તે માટે જુના રેકોર્ડને ડીઝિટેલાઈઝેશન કરવાનું નક્કી કરવામાં આવેલ છે. બાલવાડીમાં વિદ્યાર્થીઓને શાળાએ આવવા રૂચિ વધે તે માટે અદ્યતન “સ્માર્ટ બાલવાડી” બનાવવા માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે.

       વિદ્યાર્થીઓ ધોરણ ૮માં પાસ થયા પછી સમિતિની શાળામાંથી વિદાય લે છે તે પછી પણ શાળા સાથે તેનો સંબંધ જળવાય રહે અને આત્મીયતા કેળવાય તે માટે શાળાદીઠ પ્રથમ, દ્રિતિય અને તૃતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે.

       રાજ્ય  સરકારનાં સહયોગથી સમિતિની શાળાઓનાં બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવે છે, પરંતુ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની સારવાર / ઓપરેશન વગેરેનો ખર્ચ સમિતિ ધ્વારા કરવામાં આવે છે. આ માટે પણ પૂરતી જોગવાઈ કરવામાં આવી છે.

335
School
3859
Teachers
158621
Students
100
Awards